///

દિવાળી નિમિત્તે રાજકોટના 1.25 લાખ ગરીબોને મળશે 1 લીટર કપાસીયા તેલ અને ખાંડ

દિવાળી તહેવારોને અનુલક્ષીને પુરવઠા ખાતા દ્વારા રાજકોટ શહેરના 1.25 લાખ ગરીબોને નવેમ્બર મહિનામાં રાહતભાવનું 1 લીટર કપાસીયા તેલ અને કાર્ડદીઠ 1 કિલો ખાંડનું વિતરણ શરૂ કરવામાં આવશે. ત્યારે આ માટે તમામ રેશનીંગ દુકાનોએ અત્યારથી જ પુરતા પ્રમાણમાં જથ્થો ઠાલવી દેવામાં આવ્યો છે.

રાજય સરકારના આદેશથી શહેરના 1.25 લાખ ગરીબ પરિવાર કાર્ડધારકોને રૂા.50ના ભાવનું 1 લીટર કપાસીયા તેલ તથા 1 કિલો કાર્ડ દીઠ ખાંડ રાહત ભાવે વિતરણ કરાશે. 1લી નવેમ્બરથી વિતરણ શરૂ કરવામાં આવશે.

રાજય સરકારના પુરવઠા ખાતાએ જિલ્લા પુરવઠા તંત્રને કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાજયમાં અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડ ધારકોને માહે નવેમ્બર-2020ના માસ માટે કાર્ડ દીઠ 1 લી. રીફાઇન્ડ કપાસીયા તેલ પ્રતિ લીટર રૂા.50ના ભાવે વિતરણ કરવા માટે તા.15/10/20ની સ્થિતિના ઓનલાઇન એકસ્ટ્રેકટ સમરી કાર્ડના આધારે જિલ્લાવાર ફાળવણી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.