////

બ્રિટનના વડાપ્રધાને કોરોનાના પ્રકોપને પગલે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યુ

કોરોના વાઇરસનો પ્રકોપ યથાવત રહેતા બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોનસને 2 ડિસેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.

કોરોના વાઇરસના વધતા જતા કહેરને પહલે મહત્વનો નિર્ણય લેતા બ્રિટનમાં એક મહિના માટે લોકડાઉન જાહેર કર્યુ છે. વડાપ્રધાન જોનસનનો આ નિર્ણય પોતાના મંત્રીમંડળના સીનિયર સભ્યોની સાથે બેઠક કર્યાં બાદ લીધો છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ 89 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લાં એક સપ્તાહથી દરરોજ 24-30 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.62 કરોડ પર પહોંચ્યો છે. 3 કરોડ 39 લાખ 37 હજાર 845 દર્દી રિકવર થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં 11.97 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published.