//

ડિસેમ્બર મહિના સુધીમાં આવી શકે છે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ

દુનિયાભરમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જેના પગલે લોકો રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીએ સારા સમાચાર આપ્યા છે.

દેશમાં ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ મળી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી બનાવવામાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની ભાગીદાર છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને તૈયાર કરાઇ રહી છે.

પૂનાવાલાએ કહ્યું કે રસીની શરુઆતનું ઉત્પાદન ભારત માટે કરવામાં આવશે અને તેના વિતરણની સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓ શરુ કરી દેવામાં આવી છે. આવનારા વર્ષની શરુઆતમાં રસીને મંજૂરી મળ્યા બાદ અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં તેના ડોઝ મોકલવામાં આવશે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ વેક્સીનના 100 કરોડ ડોઝ બનાવશે. જેમાં 50 કરોડ ભારત માટે અને 50 કરોડ અન્ય દક્ષિણ એશિયાઈ દેશો માટે હશે . સીરમ ઈન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં રસીના 4 કરોડ ડોઝ તૈયાર કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published.