/////

રાજ્યના આ શહેરના બે ગામડામાં 100 ટકા વેક્સિનેશન, આંકડા મુજબ ગામડામાં વધુ જાગૃતિ

રાજકોટ જિલ્લામાં કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પડધરી તાલુકાના કેરાળા અને ફતેપર ગામના તમામ સિનિયર સિટીજનોએ વેક્સિન લઇ લીધી છે. બંને ગામના સિનિયર સિટીજનો વેક્સિન લેવામાં જિલ્લામાં અવવલ નંબરે આવ્યા છે અને 100 ટકા સિનિયર સિટીઝનોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો સતત થઈ રહ્યો છે, પરંતુ રાજકોટ જિલ્લાના બે ગામ કે જેને સમગ્ર જિલ્લાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કોરોના વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે. શહેરો કરતા ગામડાના લોકો વેક્સિન માટે ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે.

રાજકોટના જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, પડધરીના ફતેપરા ગામમાં 102 અને કેરાળા ગામના 92 સિનિયર સિટીઝનોએ વેક્સિન મુકાવી છે. બન્ને ગામડાની વસ્તી ઓછી હોવાથી શક્ય બન્યું છે. રાજકોટ જિલ્લામાં 1.80 લાખમાંથી 40 હજાર સિનિયર સિટીઝનોને વેક્સિન અપાઈ ચુકી છે. જોકે હજુ પણ અનેક ગામડાના સિનિયર સિટીઝનોને વેક્સિનેશન આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.