////

અમદાવાદમાં કોરોનાનો કહેર, એક જ રાતમાં ઈમરજન્સી વોર્ડમાં નોંધાયા 100થી વધુ દર્દી

ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે, ત્યારે રાજ્યમાં એક હજારથી પણ વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. એવામાં દિવાળીના તહેવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં પણ કોરોના કેસો વધ્યા છે. ત્યારે અમદાવાદમાં એક જ રાતમા ઇમરજન્સીમાં 100થી વધુ દર્દી નોંધાયા છે. ગતરાત્રે આવેલા દર્દીઓમાંથી 98 દર્દીની હાલત ગંભીર જણાય છે. જેને લઈને હોસ્પિટલમાં નવા 2 વોર્ડ ખોલીને દર્દીઓને દાખલ કરવા પડ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સિરિયસ દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1152 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ આંકડો 1,86,116 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં રિકવરી રેટ 91.31 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 53,967 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 67,34,467 પર પહોંચ્યો છે.

તો રાજ્યમાં કોરોનાને માત આપીને 1078 દર્દીઓ રિકવર થયા છે, તો 6 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 3, ગાંધીનગરમાં 1, પાટણમાં 1 અને સુરતમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,316 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published.