////

રાજ્યમાં કોરોનાના નવા 1010 કેસ, 7નાં મોત

રાજ્યમાં કોરોના મહામારી યથાવત છે,ત્યારે રાજ્યમાં કોરોનાના નવા 1010 દર્દી નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 1190 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો કોરોનાથી રાજ્યમાં 7 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,19,125 દર્દીઓ રિકવર થયા છે,

રાજ્યમાં 5,11,276 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,10,133 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 143 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 11,940 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 11,879 લોકો સ્ટેબલ છે. 2,19,125 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4234 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 5, સુરત કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દી સહિત કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.