/

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1046 કેસ, 5ના મોત

રાજ્યમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1046 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 5 લોકોના મોત નિપજ્યા છે. આ સતત બીજો દિવસ છે, જ્યારે નવા નોંધાયેલા કેસોની સંખ્યા એક હજારની પાર પહોંચી હોય.

આ અંગે સ્વાસ્થ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,79,679 પર પહોંચી ચૂકી છે. જ્યારે આ મહામારીથી રાજ્યમાં અત્યાર સુધી 3756 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં શનિવારે સામે આવેલા કેસના આંકડા પર જો જોવામાં આવે તો, સૌથી વધુ 192 દર્દીઓ સુરત જિલ્લામાંથી સામે આવ્યાં છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોનાના 182, વડોદરામાં 120, રાજકોટમાં 113, મહેસાણામાં 57, ગાંધીનગરમાં 39 અને પાટણ જિલ્લામાં 36 નવા કેસ સામે આવ્યા છે.

જો મૃત્યુની વાત કરવામાં આવે તો, અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 2 દર્દીઓના મોત થયા છે. આ સિવાય સુરત, વડોદરા અને બનાસકાંઠા જિલ્લામાં એક-એક દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં શનિવારે 931 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ અત્યાર સુધી 1,63,777 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. આમ, ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 91.15 ટકા પર પહોંચી ચૂક્યો છે.

હાલમાં રાજ્યમાં 12,146 કેસ એક્ટિવ છે. જેમાંથી 71 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે અન્યોની હાલત સ્થિર જણાવવામાં આવી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં 51,761 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 64,16,963 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.