રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજ્યમાં નવા 1075 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 1155 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં 9 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,16,683 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.
રાજ્યમાં 5,13,769 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,13,623 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 146 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 12,360 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 64 છે. જ્યારે 12,296 લોકો સ્ટેબલ છે. 2,16,683 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4220 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 4, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરા 1 દર્દી સહિત કુલ 09 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.