//

108 સત્યાગ્રહ છાવણી પહોંચી જાણો ક્યાં માલધારી આગેવનો લથડી તબિયત

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા 49 દિવસથી આંદોલન ચાલે છે ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે 108 પહોંચી છે આંદોલન કરી રહેલા પવન કોડિયાતરની તબિયત લથડતા 108 બોલવામાં આવી છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા 49 દિવસથી આંદોલન ચાલે છે. LRD ભરતીમાં ગીર, બરડા અને આલેચ વિસ્તારના માલધારીઓને અન્યાયના વિરોધમાં આંદોલન છે તે ચાલી રહ્યું છે. 125 ઉમેદવારો એસટી કેટેગરીના મેરીટમાં હોવા છતાં બાકાત રાખતા મામલો બિચક્યો છે ત્યારે માલધારી સમાજના અગ્રણીઓનો આંદોલનને ટેકો જાહેર કરાયો છે. 49 દિવસ છતાં સરકારે માલધારી સમાજના આગેવાનો સાથે કોઈ ચર્ચા કરી નથી ચર્ચા કરી પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ સમાજના આગેવાનો કરી રહ્યા છે.

ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. 17551 પરિવારોને વિગત દર્શક કાર્ડ આપવામાં આવ્યા હતા. ગીર, બરડા અને આલેચ વિસ્તારના પરિવારોના કાર્ડ રાખવા માંગ કરાઈ રહી છે. LRDમાં આ કાર્ડના આધારે રબારી, ભરવાડ અને ચારણ સમાજના ઉમેદવારોને નોકરી પર લેવાની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published.