////

રાજ્યમાં કોરોનાના નવા 1110 દર્દીઓ નોંધાયા, 11નાં મોત

રાજ્યમાં કોરોનાનો હાહાકાર યથાવત છે, ત્યારે રાજ્યમાં નવા 1110 કોરોનાના દર્દી નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 1236 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો રાજ્યમાં 11 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,12,839 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં 5,35,922 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,35,789 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 133 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 12,881 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 12,820 લોકો સ્ટેબલ છે. 2,12,820 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4193 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશન 2, અને મહેસાણાના 1 દર્દી સહિત કુલ 11 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.