/

એજ્યુકેશન સંસ્થાએ 11,11,111 રકમનો ચેક રાહત ફંડમાં જમા કરાવ્યો

દુનિયાભરમાં દહેશત ફેલાવનાર કોરોના વાયરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે ત્યારે રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા પણ વધતી જઈ રહી છે ત્યારે દર્દીઓને ઝડપથી સારવાર મળી શકે અને મેડિકલ સાધનોની અછત ન સર્જાય તે માટે કેટલાક લોકો, ધારાસભ્યો, ધાર્મિક સંસ્થાઓ વગેરે દ્વારા મુખ્યમંત્રી કોરોના રાહત ફંડમાં રકમ ફાળવવામાં આવી રહી છે..ત્યારે ધોરાજી આદર્શ એજ્યુકેશન દ્વારા મુખ્યમંત્રી કોરોના રાહત ફંડ માટે રૂપિયા 11,11,111 રૂપિયાની રકમનો ચેક ધોરાજીના પ્રાંત અધિકારીને આપવામાં આવ્યો છે.. રાહત ફંડમાં એકઠી થયેલી રકમનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરાશે.. સાથેજ એકત્ર થયેલ ફંડ દ્વારા વાયરસ સામે સરળતાથી લડી શકાશે.

Leave a Reply

Your email address will not be published.