/////

ગુજરાતમાં આજે કોરોનાના નવા 1112 કેસ નોંધાયા, 1264 દર્દી થયા રિકવર

ગુજરાતમાં કોરોનાના નવા કેસોથી રિકવર થતા દર્દીઓની સંખ્યા વધવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે પણ રાજ્યમાં 1200થી વધુ દર્દી રિકવર થયા છે. જેમાં રિકવરી રેટ 89.31 ટકાએ પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના નવા 1112 કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. તો સામે 1264 દર્દીઓ રિકવર થયા છે.

હાલ 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13916 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3676 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 165233 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.