//

રાજ્યમાં કોરોનાના નવા 1124 કેસ નોંધાયા, 6 દર્દીના મોત

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી રાજ્યમાં નવા 1124 કોરોના દર્દી નોંધાયા છે અને 995 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે 6 દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,71,031 દર્દીઓ રિકવર થઈને ઘરે પરત ફર્યા છે. જેના પગલે રિકવરી રેટમાં પણ સુધાર આવી રહ્યોં છે ઘટીને 91.29 ટકા એ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 67 લાખ 87 હજાર 440 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1 લાખ 87 હજાર 240ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,797એ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ ડિસ્ચાર્જની જો વાત કરવામાં આવે તો કુલ અત્યાર સુધીમાં 1 લાખ 70 હજાર 931 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 12512 કેસ એક્ટિવ છે. જેમાંથી 71 વેન્ટિલેટર પર જ્યારે 12,441 દર્દીની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published.