////

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1223 કેસ નોંધાયા, 13 દર્દીઓનાં મોત

રાજ્યમાં કોરોનાનો હાહાકાર યથાવત છે, ત્યારે રાજ્યમાં નવા 1223 કોરોના દર્દી નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 1403 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો રાજ્યમાં કોરોનાથી 13 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,07,529 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં 5,49,323 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,49,189 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 134 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 13,627 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 71 છે. જ્યારે 13,556 લોકો સ્ટેબલ છે. 2,07,529 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4148 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, પંચમહાલ 1 અને સુરતમાં 1 વ્યક્તિ સહિત કુલ 13 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.