//

દેશનાં સ્વાતંત્ર્ત સેનાની અને પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇની ૧૨૫મી જન્મ જયંતિ : જાણો રસપ્રદ વાતો

આજે દેશનાં પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇની જન્મજયંતિ છે. તેમનો જન્મ લીપ વર્ષમાં થયો હોવાથી તેમની ૧૨૫મી જન્મ જયંતિ છે. તેઓ આઝાદ ભારતનાં ચોથા વડાપ્રધાન હતાં. તેઓ ૮૧ વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા હતાં.૧૯૭૭થી ૧૯૭૯ સુધી તેમણે વડાપ્રધાનનું પદ સંભાળયું હતું.  દેશનાં પ્રથમ વડાપ્રધાન એવા હતાં કે જેમણે દેશની પહેલી બિન કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કર્યુ હતું. જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટી સાથે જોડાયેલા હતો. જે પહેલા કોંગ્રેસમાં હતાં. પરંતુ બાદમાં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. પરંતુ તેઓ વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂરો કરી શકયા નહતાં. મહાત્માગાંધી દ્વારા ભારતમાં ૧૯૩૦માં આઝાદીની લડત શરૃ થઇ હતી ત્યારે મોરારજીભાઇ દેસાઇએ બ્રિટીશ ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ ગુમાવયો હતો. જેથી તેમણે સરકારી નોકરી છોડીને દેશની સ્વતંત્ર્તાની લડતમાં જોડાયા હતાં. તેમણે આઝાદી લડતમાં ૨ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતાં. તેઓ ૧૯૩૧માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં સભ્ય બન્યા હતાં.

સાલ ૧૯૪૬ની રાજયની વિધાનસભાની ચૂંટણી બાદ તે મુંબઇનાં ગૃહ અને મહેસૂલ પ્રધાન બન્યા હતાં. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જમીન દરખાસ્તને સુરક્ષા ભાડુતી હક આપીને જમીન મહેસુલમાં ઘણા સુધારોઓ કર્યા હતાં. પોલીસ વહીવટી ક્ષેત્રમાં તેમણે લોકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડયું અને પોલીસ વહીવટને લોકોની જરૂરિયાત માટે વધુ જવાબદાર બનાવ્યા હતો. જેથી લોકોનાં જીવન અને સંપતિને સલામતી આપી શકે. જયારે ૧૯૫૨માં મોરારજી ભાઇ દેશાન બોમ્બેનાં મુખ્યમંત્રી બન્યા હતાં. રાજયોનું પુનગર્ઠન બાદ મોરારજી દેસાઇએ ૧૪ નવેમ્બર ૧૯૫૬નાં રોજ વાણિજય અને ઉધોગ પ્રદાન તરીકે કેન્દ્વીય પ્રધાનમંડળમાં જોડાયા હતાં. ૨૨માર્ચ ૧૯૫૮થી તેમણે નાણા મંત્રાલયનો હવાલો સંભાળયો હતો. તેમણે વિકાસ અને સંરક્ષણની જરૃરિયાતોને પહોંચી વળવા વહીવટના પરના સરકારી ખર્ચમાં વધુ આવક અને ચુસ્તપણે કડક કાયદાઓને પ્રોત્સાહન આપ્યુ હતું. નાણાકીય શિસ્તનો ઉપયોગ કરીને તેમણે નાણાકીય ખાધને ખૂબ જ નીચલા સ્થળે રાખી હતી.

ઇન્દિરા ગાંધીના પ્રધાન મંડળમાં ૧૯૬૭માં તેમણે નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રાલયના પ્રભારી તરીકે ફરજ બજાવી હતી. વડાપ્રધાન તરીકે તેઓ ભારતની જનતાને નિર્ભય બનાવા માંગતા હતાં. દેશનો કોઇપણ વ્યકિત ઉચ્ચ હોદ્દેદાર પણ કેમ ના હોય પરંતુ જો કોઇએ ખોટુ કર્યુ હોય તો કોઇ પણ તેને ભૂલ કહી શકે છએ. દેશનાં વડપ્રધાન પણ દેશના કાયદાથી ઉપરના હોવા જોઇએ આવુ તેઓ સ્પષ્ટપણે માનતા હતાં. મોરારજીભાઇ દેસાઇનો જન્મ ૨૯ ફેબ્રુઆરી ૧૮૯૬નાં રોજ ગુજરાતના ભદેલી ગામે ગયો હતો. તેમના પિતા શિક્ષણ હતાં. તેમણે સેન્ટ બુઝર હાઇ સ્કુલમાંથી અભ્યાસ કર્યો હતો. તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૮માં બોમ્બમાં વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક થયા પછી તેમણે ૧૨ વર્ષ સુધી કલેકટર તરીકે ફરજ બજાવી હતી. ૧૯૩૦માં તેમણે મહાત્માગાંધીજીએ શરૃ કરેલી આઝાદીની લડતમાં જોડાવા માટે તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતું. તેમણે આઝાદીની લડતનાં ૧૦ વર્ષ જેલમાં પ્રસાર કર્યા હતાં. 

Leave a Reply

Your email address will not be published.