////

રાજ્યમાં કોરોનાના નવા 1270 કેસ નોંધાયા, 12 દર્દીઓનાં મોત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છો, ત્યારે રાજ્યમાં નવા 1270 કોરોના દર્દી નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 1465 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો રાજ્યમાં કોરોનાથી 12 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,06,126 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં કુલ 5,53,136 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,52,999 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 137 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 13,820 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 72 છે. જ્યારે 13,748 લોકો સ્ટેબલ છે. 2,06,126 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4135 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 7, સુરત કોર્પોરેશન 3, મહેસાણા 1 અને વડોદરાનાં 1 વ્યક્તિ સહિત કુલ 12 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.