///

IIT ગાંધીનગરના 13 PhD સ્કોલર્સ પુરસ્કાર-ફેલોશિપ માટે પસંદ કરાયા

ભારતીય પ્રૌધોગિકી સંસ્થાન, ગાંધીનગરના કુલ 13 PhD સ્કોલર્સના કુલ 13 PhD સ્કોલર્સ અને તાજેતરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ છેલ્લા બે મહિનામાં જ વિવિધ પ્રતિષ્ઠિત એવોર્ડ અને ફેલોશિપ મેળવ્યા છે. આ વિદ્યાર્થીઓ તેમના ડોક્ટરલ અભ્યાસ માટે સંશોધનમાં વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરે છે.

જેમાં બાયોલોજિકલ એન્જિનિયરિંગના PhD સ્કોલર રાજેશ હદિયાને પ્રતિષ્ઠિત SERB-CII પ્રધાનમંત્રી ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે. તે ભારત સરકારના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રીસર્ચ બોર્ડ અને ભારતીય ઉદ્યોગ સંઘની એક ખૂબ જ સ્પર્ધાત્મક શિષ્યવૃતિ છે. તેનો ઉદ્દેશ યુવાન, પ્રતિભાશાળી, ઉત્સાહી અને પરિણામલક્ષી સ્કોલર્સને ઉદ્યોગ સબંધિત સંશોધન માટે પ્રોત્સાહિત કરવાનો છે. તો બીજી ગૌરવપૂર્ણ સિદ્ધિ, IIT, ગાંધીનગરના કુલ 6 PhD વિદ્યાર્થીઓએ મે 2020ની પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી સંશોધન ફેલોશીપ મેળવી છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રસન્ના કુલકર્ણી અને યોગેશ સિંઘ; ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગમાંથી આશિષ તિવારી, સચિનકુમાર સુથાર અને કૈલાશ પ્રસાદ; તથા ફિઝિક્સના રાજેસ ઘોષનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત PhDના વધુ બે વિદ્યાર્થી ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગના ચંદન કુમાર ઝા અને બાયોલોજિકલ એન્જિનિયરિંગના નક્ષી દેસાઇએ IIM અમદાવાદ ખાતે સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ તરફથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ ચેલેન્જ જીતી છે. ચંદનને આ ગ્રાન્ટ સ્ટ્રોકથી બચી ગયેલા લોકો માટે વર્ચુઅલ રિયાલિટી- આધારિત હેન્ડ રિહેબીલીટેશન અને એસેસમેન્ટ પ્લેટફોર્મ વિકસાવવા અંગેના તેમના કામ માટે મળી છે. જ્યારે નક્ષીએ આ ગ્રાન્ટ ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સરના રોગના નિદાન/ પરીક્ષણ વિશેના તેના આઇડિયા માટે મેળવી છે. નક્ષીની પસંદગી યૂનિવર્સિટી ઓફ ગોથેનબર્ગમાં 90 દિવસના સમયગાળા માટે સંપૂર્ણ ફંડેડ ઇન્ટર્નશીપ માટે પણ કરવામાં આવી હતી.

IIT ગાંધીનગરની તાજેતરની બે ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ પોત પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા હતા. મટિરીયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની ડૉ. અંકિતા અરોરાને પોલિમર સાયન્સ અને એન્જિનિયરિંગની કેટેગરીમાં પ્રોફેસર સાબુ થોમસ બેસ્ટ ડોક્ટરલ થિસિસ એવોર્ડ 2020 મળ્યો છે. અંકિતાનું PhD કાર્ય નવા એન્ટીબેક્ટેરિયલ પેપ્ટાઇડ્સ અને પોલિમર ડિઝાઇન કરવા પર કેન્દ્રિત છે જે બેક્ટેરિયાના કોષોના બાહ્ય પડને ટાર્ગેટ કરે છે અને મલ્ટિ-ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા માટેની સારવાર માટે સંભવિત રૂપે ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત કેમિકલ એન્જિનિયરિંગની ડૉ. દીપા દિક્ષીતે નોન ઇલેક્ટ્રિક અને અફોર્ડેબલ સરફેસ એન્જિનિયર્ડ પાર્ટિકલ બેઝ્ડ પોઇન્ટ ઓફ યુઝ વોટર ડિસઇન્ફેક્શન સિસ્ટમ વિકસાવવા માટે SITARE-ગાંધીયન યંગ ટેકનોલોજીકલ ઇનોવેશન એવોર્ડ 2020 મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.