////

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1325 કેસ, 15 લોકોના મોત

રાજ્યમાં કોરોના કહેર હજુ યથાવત જ છે, ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1325 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 221493 થઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 203111 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4110 થયો છે. રાજ્યમાં કોરોનાના કારણે 15 લોકોના મોત થયા છે.

રાજ્યમાં કોરોનાથી એક જ દિવસમાં 15 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી સૌથી વધુ 9 લોકોના મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં નવા 1325 કેસની સામે 1531 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,03,111 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી સાજા થવાનો દર 91.70 ટકા થયો છે.

રાજ્યમાં કુલ 5,49,350 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,49,205 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે 145 લોકોને ફેસિલીટી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કુલ એક્ટિવ કેસ રાજ્યમાં 14272 છે. જેમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 14194 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં 15 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં 9, સુરત 3 , અમરેલી 1, રાજકોટ 1 તથા વડોદરામાં 1 સહિત કુલ 15 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.