///

UP-બિહાર બોર્ડર પર પોલીસે ચેકીંગ કરતા કન્ટેનરમાંથી 135 પેટી વિદેશી દારૂ પકડાયો

ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર પર પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર દારૂ ઘૂસાડનારને પકડી પાડ્યા છે. પોલીસે દૂધના ટેન્કરમાં સંતાડીને બોર્ડર પાર લઈ જવાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. સાથે જ 5 બૂટલેગરોની ધરપકડ કરી હતી.

હાલમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. તેવી પરિસ્થિતિમાં બૂટલેગરો પણ સક્રિય થયા છે. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ચૂંટણી માટે દારૂ પહોંચાડવામાં આવી રહ્યો છે. જેના પગલે બોર્ડર ઉપર પોલીસ સતર્ક થઈ ગઈ છે. જેમાં ચેકિંગ દરમિયાન પોલીસે એક દૂધના ટેન્કરને રોક્યું હતું. જેમાં તપાસ કરતા ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.

આ ઉપરાંત ટેન્કરની આગળ એક કાર પણ ચાલતી હતી. જેમાં સવાર ત્રણ બૂટલેગરો ટેન્કરને એક્સોર્ટ કરી રહ્યા હતાં. પોલીસે કાર્યવાહી હાથ ધરતા કન્ટેનર સહિત 135 પેટી વિદેશી દારૂ ઝપ્ત કરી જેની કિંમત આશરે 12 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પાંચ બૂટલેગરોની ધરપકડ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.