////

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1380 કેસ, 14 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં નવા 1380 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 1568 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,01,580 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં 5,42,025 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,41,877 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 148 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 14,493 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 81 છે. જ્યારે 14,412 લોકો સ્ટેબલ છે. 2,01,580 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4095 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં14 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 9, સુરત કોર્પોરેશન 3, અમરેલી 1 અને રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિ સહિત કુલ 14 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.