
હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડની પરક્ષામાં ગેરરીતી, કોપીકેસના થાય તે માટે શિક્ષણ બોર્ડે આ વર્ષે આકરા નિયમો બનાવ્યા છે. જોકે તો પણ અમુક વિધાર્થીઓ નિયમોના ઉલ્લંધન તેમજ ચોરી કરતા પકડાયા છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા આપતો બે વિધાર્થીઓ અમદાવાદ તેમજ સુરેન્દ્વનગરમાં મોબાઇલ ફોન સાથે ઝડપાયા છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષાના પ્રીરંઊના પહેલા જ દિવસે એક ડમી વિધાર્થી તેમજ ગેરરિતીના કુલ ૧૪ કેસો નોંધાયા છે. ધોરણ ૧૦ બોર્ડનાતો અમદાવાદ અને સુરેન્દ્વનગરનાં બે વિધાર્થીઓ મોબાઇલ સાથે રંગે હાથ ઝડપાયા છે. અમદાવાદ જિલ્લામાં તો કુલ ૩ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં ડમી વિધાર્થી પણ ઝડપાયો છે. અમદાવાદની બારેજાની પ્રકાશ હાઇસ્કુલમાં એક વિધાર્થી પુસ્તકની માઇક્રો ઝેરોક્ષ સાથે ઝડપાયો છે. જીવરાજ પાર્કની શારદા શિશુવિહારમાંથી એક વિધાર્થી મોબાઇલ ફોન સાથે ઝડપાયો છે.