કોરોનાને લઇ રાજ્યમાં મૃત્યુદર વધી રહ્યો છે ત્યારે કોરોનાના કારણે વધુ એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. જામનગરનો પ્રથમ કોરોના કેસ બાળક જે ૫ તારીખે એડમિટ થયેલ હતું તેનું આજે ૭ તારીખે રાત્રે ૮:૦૦ વાગ્યે અવસાન થયેલ છે. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ થવાના કારણે થયેલ છે. બાળક જયારથી એડમિટ થયું ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલ ત્યારથી સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું અવસાન થયેલ છે.
શું ખબર...?
દિલ્હીમાં કોરોનાના વધતા કેસના પગલે અમિત શાહે તાબડતોડ બેઠક બોલાવીનીતિશ કુમાર આવતીકાલે શપથ ગ્રહણ કરશે, નાયબ મુખ્ય પ્રધાન અંગે હજુ અવઢવનીતિશકુમારની ફરી NDAના નેતા તરીકે પસંદગી, આવતીકાલે લઇ શકે છે મુખ્ય પ્રધાન પદના શપથમહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી, તમામ ગાઇડલાઇન્સનું કરવુ પડશે પાલનઅલ્હાબાદ હાઇકોર્ટનો સગીર બાળકોની કસ્ટડીના કેસમાં મહત્વનો ચુકાદો..