//

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 140 ઘરમાં પીવાનું પાણી નહીં મળે 300 ઘર સીલ થશે : દિનેશ વિઠલાણી

દેવભૂમિ દ્વારકા અને જામનગરની વચ્ચે ખંભાળિયા ગામ ખુબ જાણીતું ગામ છે અહીં જામનગર અને પોરબદંર અને દ્રારકાના લોકોની અવાર જવરના કારણે પાણીનો વપરાશ વધી જાય છે તેવા સમયે હાલમાં ઉનાળો નજીકના દિવસોમાં આવી રહ્યો છે હવામાન વિભાગે પણ 22મી માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે તેવા સમયમાં દ્વારકાજિલ્લાની ખંભાળિયા નગરપાલિકાએ પાણી વેરો નહીં ભરનાર સામે આકરું વલણ અપનાવ્યું છે 140 જેટલા ઘરના નળ કનેકશન કાપીને પાલિકાએ પઠાણી ઉઘરાણી કરતા વપરાશ કરોમાં રોષ વ્યાપી ગયો છે તો 300 લોકોના ઘર સીલ કરી દેવાની પણ નોટિસો ફટકારતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે

એક તરફ સરકારની ગાઈડ લાઈન છે કે ચોખ્ખા પાણીથી હાથ ધોઈને કોઈ પણ કામ કરવાના ઘર વપરાશ માં ચોખ્ખું પાણીજ વાપરવું કારણ કે હાલ કોરોના વાયરસ ફેલાય રહ્યો છે તેવા સમયે ખંભાળિયા નગરપાલિકાના આકરા વલણ અને 31 માર્ચ પહેલા વેરો નહીં ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવતા હવે ખંભાળિયા ગામ ના 140 પરિવારોને સ્થાનિકો બહાર થી વહેંચાતું પાણી લઇને પીવું પડશે અનેં 300 લોકોના ઘર સીલ થશેતો 300 પરિવારો બે ઘર બની જશે અને કોરોનાનો ભોગ બનવાનો વારો આવશે

Leave a Reply

Your email address will not be published.