////

રાજ્યમાં કોરોનાના નવા 1420 કેસ નોંધાયા, 7 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં નવા 1420 કોરોના દર્દી નોંધાયા છે. તો સાથે જ રાજ્યમાં 1040 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં 7 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,77,515 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં 4,93,738 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,93,643 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 95 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યમાં હાલ 13,050 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 12,958 લોકો સ્ટેબલ છે. 1,77,515 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3837 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશન 2, પાટણ 1 અને રાજકોટ કોર્પોરેશનના 1 દર્દી સહિત કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.