///

ગીર સોમનાથના તાલાલામાં માત્ર 5 કલાકમાં 15 ભૂકંપના આંચકા અનુભવાયા

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકો આવી રહ્યાં છે, જેમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ત્યારે ગત રાત્રે પણ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આશરે 15 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ગીર સોમનાથમાં આવેલા તાલાલામાં રાત્રે 1.15 કલાકથી સવારે 6 કલાક સુધીમાં આશરે 15 ભૂકંપના આંચકા આવ્યા છે. જોકે મહત્વની બાબત એ છે કે, આ તમામ આંચકાની તીવ્રતા ખુબ ઓછી હતી. જેથી ઓછી તીવ્રતાને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તો હવે તાલાલામાં માત્ર એક રાતમાં 15 જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે. આ 15 આંચકામાં રાત્રે 3.46 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 3.3 હતી. આ સૌથી મોટો આંચકો હતો.

Leave a Reply

Your email address will not be published.