//

રાજકોટ અગ્નિકાંડ બાદ 15 હોસ્પિટલોને ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકારાઈ

Fire hose reel and fire extinguisher with signs

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના પગલે 5 દર્દીઓના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ રાજકોટ મનપાનું ફાયરવિભાગ તાત્કાલિક એકશનમાં આવ્યું હતું અને શહેરની વિવિધ હોસ્પિટલમાં ફાયરસેફટીના સાધનો NOC અંગે તપાસ શરૂ કરી હતી. જે મામલે સરકારી હોસ્પિટલ સહિત શહેરની અલગ અલગ 15 ખાનગી હોસ્પિટલને ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયા બાદ તાત્કાલિક મનપાના ફાયરવિભાગ દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલમાં NOC અને ફાયરસેફટીના સાધનો અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં 24 જેટલી કોવિડ હોસ્પિટલમાં તપાસ કરીને 21ને અલગ અલગ ફાયરસેફટી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ગઈકાલે સરકારી હોસ્પિટલ પદ્મકુંવર બા સહિત 15 જેટલી ખાનગી હોસ્પિટલનો ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકરાવા આવી છે. શહેરની નાની મોટી મળીને અંદાજીત 300 જેટલી હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

ફાયર વિભાગને વિવિધ હોસ્પિટલમાં તપાસ દરમિયાન મુખ્યત્વે, હોસ્પિટલમાં આગ બુજાવાની પૂરતી સિસ્ટમ ન હોવાનું, આગ બુજાવાના સાધનોની પૂરતી ચકાસણી ન હોવી, ફાયર એલાર્મ સિસ્ટમનો અભાવ, ફાયર એક્ટિવિસ્ટિંગ રીફલિંગ સમયસર કરવામાં આવ્યા ન હોવાનું, હોસ્પિટલ સ્ટાફ આગ બુજાવાની કામગીરીથી અજાણ હોવાનું જેવી ગંભીર બેદરકારિયો સામે આવી હતી. જેને લઈને હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.