////

સુરતમાં બપોર સુધીમાં 150 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે, ત્યારે આ વચ્ચે સુરત શહેરમાં બપોર સુધીમાં 150 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત શહેરમાં બપોર સુધીમાં 110 કેસ અને જિલ્લામાં 40 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં કોરોના દર્દીઓનો આંક 41 હજારને પાર પહોંચી ચૂક્યો છે.

રાજયમાં તહેવારો દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા કેટલા સમયથી કોરોનાનું સંક્રમણ વધતા 57 કલાકનો કફર્યું લાદવામાં આવ્યો છે. તો બીજી બાજુ સુરતમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કરતા પોલીસતંત્ર પણ કામે લાગી ગયું છે. શહેરની તમામ ચાર રસ્તા પર પોલીસે ચેક પોસ્ટ ઉભી કરી દીધી છે અને બહાર નીકળતા લોકોને ઉભા રાખીને તેઓની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. શહેરના તમામ વિસ્તારો જડબેસલાક બંધ છે. તો કેટલાક વિસ્તારોમાં નજીવી ચહલપહલ પણ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.