////

રાજ્યમાં કોરોનાના નવા 1502 કેસ નોંધાયા, 20 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે કોરોના કેસનો હવે 1500ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાના નવા 1502 દર્દી નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 1401 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો કોરોનાથી રાજ્યમાં 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,90,821 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના રિકવર થવાનો દર 90.96 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં 5,22,198 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,22,015 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 183 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 83 છે. જ્યારે 14,887 લોકો સ્ટેબલ છે. 1,90,821 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3989 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 20 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 13, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર , મહેસાણા, મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 વ્યક્તિ સહિત કુલ 20 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.