////

રાજ્યમાં કોરોનાના નવા 1510 કેસ, 18 લોકોના મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસનો આંકડો 1500ની પાર પહોંચ્યો છે. રાજ્યમાં નવા 1510 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 1627 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે 18 કોરોના દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,96,992 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં કુલ 5,37,547 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,38,392 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 155 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 14,778 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 14,686 લોકો સ્ટેબલ છે. 1,96,992 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4039 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 18 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 13, સુરત કોર્પોરેશન 2, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 અને રાજકોટમાં 1 વ્યક્તિ સહિત કુલ 18 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.