////

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1512 કેસ, 14ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1512 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના મહામારીને પગલે વધુ 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં 1570 દર્દીઓ કોરોનાની સારવાર બાદ રિકવર થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 4018 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 93 હજાર 938 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યનો રિકવરી રેટ 91.15 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 325 કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર 18, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં 11-11, અરવલ્લીમાં 10, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 813 છે. જેમાં 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 1,93,938 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે રાજ્યમાં 4018 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી 79,63,653 ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે.

Leave a Reply

Your email address will not be published.