રાજયમાં 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના સૌથી વધારે 1442 કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે 1515 કેસ સામે આવતા રેકોર્ડ બ્રેક કેસ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 354 કેસ નોંધાયા છે. જો કે, આ પહેલા સૌથી વધુ 5 મેં ના 336 કેસ નોંધાયા હતા જે આજે તેનો રેકોર્ડ તૂટી ગયો છે.
રાજયમાં તહેવારો દરમિયાન દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1515 કેસ સામે આવ્યા છે. જેમાથી માત્ર અમદાવાદમાં જ 354 કેસ નોંધાયા છે.
શહેરમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા 57 કલાકનો કફર્યું પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. કફર્યું જાહેર કરતા પણ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
રાજયમાં છેલ્લા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1515 કોરોનાના કેસ સામે આવ્યા છે. જયારે 9 લોકોના મોત નિપજ્યા છે જેના પગલે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 3846 પર પહોંચ્યો છે. આ વચ્ચે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ સુધાર પર આવ્યો છે જે 91.26 ટકા પર પહોંચ્યોં છે. પરંતુ વધતા જતા કેસ એ સૌ કોઇ માટે ચિંતાજનક બાબત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 1,95,917 કેસ સામે આવ્યા છે.