/////

રાજ્યમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા, 14 લોકોના થયા મોત

રાજ્યમાં હવે કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જેને પગલે રાજ્યમાં 1500થી પણ વધુ કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં નવા 1540 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 1283 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી 14 લોકોનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 1,83,856 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં 4,94,607 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,942,475 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 14,287 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 96 છે. જ્યારે 14,191 લોકો સ્ટેબલ છે. 1,83,756 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3906 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 9, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, બોટાદ 1, વડોદરા કોર્પોરેશન 1 દર્દી સહિત કુલ 14 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.