///

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1564 કેસ, 16ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1564 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 16 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કોરોનાથી સૌથી વધુ 11 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં 1451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 345 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 130 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 96 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ખેડામાં પણ ફરીવાર કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ખેડામાં 57 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 53 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત મહેસાણામાં પણ 51 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં 41, સુરેન્દ્રનગરમાં 40, બનાસકાંઠામાં 38, ગાંધીનગર અને પંચમહાલમાં 33-33, પાટણમાં 30, આણંદમાં 28, દાહોદમાં 26, ભાવનગર શહેરમાં 25, ગાંધીનગર શહેરમાં 25, જામનગરમાં 24, કચ્છમાં 22, ભરૂચમાં 20, અમરેલીમાં 18, સાબરકાંઠામાં 18, જૂનાગઢમાં 17, મહિસાગરમાં 16, મોરબીમાં 16, જૂનાગઢમાં 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં 1564 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા રિકવર થઇને પોતાના ઘરે ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 89 હજાર 420 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે ગયા છે. રાજ્યમાં રિકવર થવાનો દર 90.95 ટકા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 08 હજાર 278 પર પહોચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.