ગુજરાત સરકારે આજે વર્ષ 2020/2021 નું બજેટ રજુ કર્યું હતું જેમાં પોતેજ સ્વીકાર કરી હતો કે ગુજરાતના હજુ 17 લાખ ઘરોમાં પાણીના જોડાણો બાકી છે જેમાં અનેક વિધ યોજનાઓ અને ખેતી મત્સ્ય ઉદ્યોગ વીજળી સિંચાઈના પાણી માટે ની જુદુજુદી યોજના માટે કરોડો રૂપિયા મંજુર કરીને બજેટ સત્રમાં પસાર કરવા આવ્યું હતું ત્યારે એક બાબત ધ્યાનથી ખેંચી ગઈ હતી કે રાજ્ય ના 17 લાખ ઘર પાણીના જોડાણોથી વંચિત છે જેના માટે 724 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે એક તરફ ભાજપ સરકાર ઘરે ઘરે વીજળી અને પાણી પહોંચી ગઈ હોવાના પોકળ દાવા કરે છે ત્યારે એક બાજુ નાણાં પ્રધાન બજેટમાં જ પોતાની સરકારની વાહિયાત વાતોનું ખંડન કરે છે.

એક તરફ સરકાર મોટા મોટા તાયફા કરીને લોકોને યોજનાની અને સરકારે કરેલી કામગીરીની જુઠીની વાતો કરે છે તો બીજી તરફ નાણાં પ્રધાન બજેટ સત્રમાં જ સ્વીકારીમાં જ બધી વાતમાં કહે છે કે ઘરે ઘરે પાણી નથી પહોંચતું તેવું સ્વાકારીને કહે છે કે રાજ્યના 17 લાખ ઘરોમાં પાણીનું જોડાણ નથી તેના માટે 724 કરોડ ની જોગવાય કરવામાં આવે છે હવે પ્રજા પણ સમજી ગઈછે કે ભાજપ સરકારના નિવેદનો અને તેમનાજ પ્રધાન મંડળના બજેટ થી કેટલી ખેંચતાણ ચાલી રહી છે કોંગ્રેસ દ્રારા આજે સવારથી વિધાનસભા ગૃહનો ઘેરાવ કરીને ભાજપ સરકારના મંત્રીઓને બાણમાં લીધા હતા ત્યારે જ બજેટમાં પાણીની વાત આવતા હવે કોંગ્રેસ પણ ગેલમાં આવી ગઈ છે અને આ મુદ્દો શેરી ગલીએ લઇને નીકળવાની વાત કરી રહી છે.