///

બાર્જ P305 જહાજમાંથી અત્યાર સુધીમાં 184 લોકોને બચાવાયા, રેસ્કયૂ ઓપરેશન હજુ ચાલુ

અરબ સાગરમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ P-305નું રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ જ છે. આ જહાજ પર 261 લોકોમાંથી 184 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 76 લોકો ગાયબ છે.

બાર્જ P-305 જહાજથી 184 લોકો ઉપરાંત GAL Constructor જહાજમાં ફસાયેલા તમામ 137 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. Barge SS3ના 196 લોકો અને Drill Oil સાગર Bhushan ના 101 લોકોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે.

બાર્જ P-305 જહાજ પર હજુ પણ 76 લોકો ફસાયેલા છે અને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં INS કોચી અને INS કોલકાતા ની સાથે ઈન્ડિયન નેવીના Beas, Betwa અને Teg Naval Ships પણ કામે લાગેલા છે. Barge P305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે સમુદ્રાના પાણીમાં ગરકાવ થયેલું છે. સર્ચ ઓપરેશન અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવલ હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે.

Barge P305 માં ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે.

AFCONS હેલ્પડેસ્ક અને સપોર્ટ ટીમ:

  • કરણદીપ સિંહ- +919987548113, 022-71987192
  • પ્રસૂન ગોસ્વામી- 8802062853

ઓએનજીસી હેલ્પલાઈન:

  • 022-2627 4019
  • 022-2627 4020
  • 022-2627 4021

Leave a Reply

Your email address will not be published.