////

ક્લાસ 2 અધિકારીના લોકરોમાંથી અધધ… કરોડ મળી આવ્યા

કલાસ 2 અધિકારી નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસમાં ગુજરાત એસીબીએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ છટકુ ગોઠવી આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસીના ઘર પર સર્ચ શરુ કર્યું હતું. એસીબી દ્વારા ચંદ્રવદન ચોક્સીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકર અને બેંક એકાઉન્ટમાં તપાસ કરી હતી. લોકરમાંથી 74 લાખ મળી આવ્યા, અન્ય બેન્ક લોકરમાંથી 1 કરોડ઼ 52 લાખ રોકડ મળી આવી છે.

આ સહિત અન્ય એક કેનેરા બેન્કનું લોકર ઓપરેટ કરવામાં આવ્યું હતું. જેમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. જેની કિંમત 10 લાખ થવા પામી છે. આમ એસીબી દ્વારા 2.27 કરોડથી પણ વધુ રકમ કબ્જે કરીને કાર્યવાહી શરૂ કરી છે. એસીબીના દાવા મુજબ સર્ચ દરમિયાન આટલી મોટી રોકડ રકમ મળી આવીએ કદાચ ગુજરાતનો પ્રથમ કેસ છે.

ગુજરાત એસીબીએ R&B ડિપાર્ટમેન્ટમાં કલાસ 2 ઓફિસર નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસ અને 2 આરોપી કરાર આધારિત નોકરી, જેમને ગાંધીનગર અને પાટણ ખાતેથી 4 લાખની લાંચ અને 40 હજારની લાંચ લેતા બે દિવસ પહેલા ઝડપી પડયા હતા. આરોપીઓએ સર્વે શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટમાં હોસ્ટેલ બાંધકામના પ્રોજેકટમાં કુલ બિલ પાસ કરવા બદલામાં કુલ રકમના એક ટકાની લાંચ માગી હતી.

Leave a Reply

Your email address will not be published.