/

નજીવી બાબતે યુવકને જીવતો સળગાવ્યો, આરોપીની ધરપકડ

શહેરમાં નજીવી બાબતે 2 લોકોએ એક વ્યક્તિને જીવતો સળગાવી દીધો હતો. પાંડેસરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા રેસ્ટોરન્ટની બેન્ચ પર ઊંઘવા બાબતે થયેલા વિવાદમાં આ ઘટના બની હતી. જેમાં યુવક 50 ટકા જેટલો સળગી ગયો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા ભીડ ભજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લુમ્સ કારખાનામાં નોકરી કરનારા પ્રમોદ નામના વ્યક્તિને 2 શખ્સોએ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દીધો હતા. જેમાં પ્રમોદ 50 ટકા જેટલો દાઝી ગયો છે. હાલ તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. જ્યારે પ્રમોદને સળગાવવામાં આવ્યો ત્યારે તેની અવાજ સાંભળી ત્યાં હાજર અન્ય કારખાનાના કારીગરો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણકારી આપી પ્રમોદને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા બંને આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.