/

રાજ્યમાં દરરોજ 20 બાળકોના મોત ? જવાબદાર કોણ ?

રાજ્યમાં કથળી ગયેલી આરોગ્ય સેવા અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીનએ પત્રકાર પરિષદ કરી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજોમાં 2228માંથી માત્ર 321 ડૉક્ટરો ફરજ હાજર થયા. રાજ્યમાં બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલ 71774 સીક ન્યુ બોર્ન કેર યુનિટમાં દાખલ થયા. સીક ન્યુ બોર્ન કેર યુનિટમાં સારવાર દરમ્યાન 15013 બાળકોના મોત થયા છે. ગંભીર બાબત તો એ છે કે દર બે દિવસે 41 નવજાત શિશુના મોત રાજ્યમાં થાય છે. દરરોજ સરેરાશ 20 કરતાં વધુ બાળકોના મોત થાય છે નવજાત શિશુઓના મોત છતાં આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.