//

લગ્નના 20 દિવસ પહેલા યુવક 3 સંતાનની માતા સાથે છુમંતર : જાણો ક્યાં બની ઘટના

પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં લોકો કંઇ પણ હદ પાર કરતા હોય છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. જેમાં યુવક લગ્રનાં ૨૦ દિવસ પહેલા તેનાંથી બમણી ઉંમરની અને ૩ સંતાનની માં સાથે ભાગી ગયો છે. યુવકના લગ્ર ૨૦ માર્ચે હતાં જેની કંકોત્રી સ્વજનો અને પરિવારજનોમાં પણ વહેંચાઇ ગઇ છે. મહેસાણા રહેતો ૨૧ વર્ષનો યુવક તેનાં બાજુમાં રહેતી તેનાં કરતા બમણી ઉંમરની તેમજ ૩ સંતાનની માના પ્રેમમાં હતો. જેને લઇને યુવક તેના લગ્રનાં ૨૦ દિવસ પહેલા એ પરણિત મહિલાને લઇને ફરાર થઇ ગયો છે. યુવકના પરિવારજનો તેનાં લગ્રની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત હતાં. જેનો ફાયદો ઉઠાવીને યુવક મહિલાને લઇને ફરાર થઇ ગયો હતો. યુવક ગુમ થતા તેના પરિવારો ચિંતા કરી રહ્યા હતાં.

તેમજ મહેસાણામાં શોધખોળ શરૂ કરી દીધી હતી. બીજી બાજુ મહિલાના પતિ તેમજ સાસરિવાળાએ તેમનો છોકરો પોતાની પત્નીને લઇને ભાગી ગયો હોવાનું રટણ કર્યુ હતું તેમજ યુવકના પરિવારજનો સામે યુવકનો ભાંડો ફોડયો હતો. અને પોતાની પત્નીને પાછી મેળવવા માટે યુવકના પરિવારજનોને ધમકી આપી હતી.  યુવકના પરિવારજનો ક્ષોભનજક પરિસ્થિતિમાં મૂકાઇ ગયા છે. તેમજ પરણિત મહિલાના પતિ તેમજ સાસરિવાળાએ યુવકનાં ઘરે જઇને બબાલ કરી હતી. તેમજ ઘરમાં તોડફોડ કરી હતી. આ મામલે મહેસાણાના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રેમમાં અધ બનીને ભાગી ગયેલા યુવક અને પરણિત મહિલાની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.