ભારતીય સેના સતત બોર્ડર પર પોતાની તાકાત વધારી રહી છે. ત્યારે DRDO ભારતીય સેનાનો સાથ આપી રહી છે. આ સમયે ભારતીય સેનાના તોપખાનાને 400થી વધારે આર્ટિલરી ગનની તાત્કાલીક જરૂરિયાત છે. એવામાં સેનાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે DRDO 18 મહિનામાં જ 200થી વધારે મેડ ઈન ઇન્ડિયા એડવાન્સ ટાવર આર્ટિલરી ગન સિસ્ટમ હોવિત્ઝર તૈયાર કરી શકે છે. આ તોપ માટે ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ઓડિસાના બાલાસોરમાં ચાંદીપુર ફાયરિંગ રેન્જમાં આ સ્વદેશી તોપનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત એડવાન્સ ટાવર આર્ટિલરી ગન 48 કિલોમીટર સુધી એકદમ ચોક્કસ ટાર્ગેટને હિટ કરી શકે છે. આ સાથે જ તોપ 25 કિલોમીટર પ્રતિ કલાક મૂવ કરી શકે છે. આ 52 કેલિબર રાઉન્ડ્સ લેશે, જ્યારે બોફોર્સની ક્ષમતા 39 કેલિબરની છે. આગામી દિવસમાં ભારત ચીન વચ્ચેની સીમા પર અરૂણાચલ પ્રદેશ અને લદાખના ઉંચા ક્ષેત્રોમાં આ તોપને તૈનાત કરવામાં આવી શકે છે. આ ચીનની સામે અસરકારક રહશે.
આ એડવાન્સ ટાવર આર્ટિલરી ગન એટલી મજબૂત હોય છે કે, તેના ફાયરિંગથી નીકળતો ગોળો જ્યારે લક્ષ્ય ભેદે કરે છે, ત્યારે સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠે છે. જેના કારણે એવું લાગે છે કે ભૂકંપ આવ્યો છે. DRDO મેડ ઇન ઇન્ડિયા ATAGS હોવિત્ઝર પ્રોજેક્ટને ભારતીય સેના માટે જલ્દીથી જલ્દી પૂરો કરી શકે છે. ATAGS હોવિત્ઝર પ્રોજેક્ટના ડિરેક્ટરે એક મીડિયા વાતચીતમાં કહ્યું કે, તેઓ 18-24 મહિનાની અંદર 200 તોપ આપી શકે છે.
DRDO મેડ ઇન ઇન્ડિયા ATAGS હોવિત્ઝરનું ટ્રાયલ ચાંદીપુર ઉપરાંત રાજસ્થાનના મહાજન રેન્જની ગર્મી સાથે ચીન સરહદ પર સિક્કિમની કડકડતી ઠંડીમાં પણ થઈ ગયું છે. અત્યાર સુધી આ તોપ 2000થી વધારે ગોળા ફાયર કરી ચુકી છે. DRDO તરફથી તૈયાર કરવામાં આવી રહેલી ATAGS હોવિત્ઝર તેની શ્રેણીનું સૌથી લાંબું અંતર નક્કી કરનાર હોવિત્ઝર છે.