/

24 કલાક વીજળીના દાવા પણ દિવા તળે અંધારું

ગુજરાત સરકાર ગુજરાતનાં દરેક ગામડાઓમાં નાગરિકોને વીજળી મળતી હોવાના દાવાઓ કરે છે. પરંતુ તેની હકીકત કંઇક જુદી છે. ખેડુતલક્ષી બજેટ વચ્ચે વીજ કનેકશનમાં આપવામાં સરકાર નિષ્ખળ નીવળી છે. રાજયમાં કેટલાક ગામોમાં નાગરિકો હજુ પણ વીજળી વગર જીવન પ્રસાર કરે છે.

ગુજરાત રાજયનાં ૩૧ જિલ્લાઓમાં ખેડુતોને ૯૬ હજાર વીજ કનેકશન આપવાનાં બાકી બોલે છે. જેમાં સૌથી ખરાબ દયનીય સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની છે. જેમાં ૧૫,૨૬૬ હજાર વીજ કનેકશન આપવાનાં બાકી બોલે છે. બે વર્ષથી ૯૬૦૯૦ વીજ કનેકશન ખેડુતોને આપવામાં સરકાર નિષ્ફળ નિવળી છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, સરકાર દરેક ગામોમાં વીજળી પહોંચતી હોવાના ઢોલ પીટીને ખાલી દાવાઓ જ કરે છે. પરંતુ સત્ય કંઇક અલગ જ છે.

જિલ્લો – કેટલું વીજ કનેકશન બાકી

જામનગર 3750
દ્વારકા 9644
સુરેન્દ્રનગર 5713
બોટાદ 1713
અમરેલી 1991
ભાવનગર 4109
દાહોદ 2090
પંચમહાલ 2172
બનાસકાંઠા 15266
નર્મદા 2866
જૂનાગઢ 2656
ગીર સોમનાથ 2101
વડોદરા 2121
નવસારી 2492
ખેડા 1605
મહીસાગર 2369
અમદાવાદ 4449
ગાંધીનગર 887
સુરત 3861
તાપી 2256
છોટા ઉદેપુર 3090
મોરબી 2522
રાજકોટ 4317
આણંદ 1164
ભરૂચ 1664
ડાંગ 558
વલસાડ 1073
પોરબંદર 1558
પાટણ 4120
મહેસાણા 2339
કચ્છ 2664

Leave a Reply

Your email address will not be published.