
રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે રાજ્યના મંત્રી અને ધારાસભ્યોએ એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવાની જાહેરાત કરી હતી પરંતુ દિવસે દિવસે કથળતી જતી પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને જામનગર ઉત્તર ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા જાડેજા)એ લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે આરોગ્ય સેવા જળવાઈ રહે તેવા ઉદેશ્ય સાથે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વેલન્ટીલેટર અને ડાયાલિસિસ મશીન માટે રૂપિયા 25 લાખ ફાળવવા અન્ન નાગરિક પુરવઠા પ્રધાન અને જામનગરના ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા)એ જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખી ગ્રાન્ટ મંજુર કરવા ની ભલામણ કરી છે જોકે મહામારીના સમયમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે રાજ્ય ના મંત્રીઓ પણ પોતાના મત વિસ્તાર માં આરોગ્ય સેવા મજબૂત રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે અત્રે નોંધનીય છે કે આજ સુધી જામનગર જિલ્લા માં કોરોના નો એક પણ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી આમ છતાં મત વિસ્તારની ચિંતા ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા)એ કરી છે.