//

ભાજપમાં ભડકો, મુખ્યમંત્રી સામે 25 ધારાસભ્યોએ માંડ્યો મોરચો

કર્ણાટકની રાજનીતિ ફરી મોટી ઉલટફેર આવી શકે તેમ છે કારણકે કર્ણાટકના મુખ્યમંત્રી સામે ભાજપના જ 25 ધારાસભ્યોએ મોરચો માંડ્યો છે. ત્યારે કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા B.S.યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો માંડ્યો છે. ભાજપના 25 જેટલા ધારાસભ્યો યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.

નારાજ ધારાસભ્યોએ પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી ત્યારે શાહ-મોદીની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે. આ બેઠક બાદ એક પત્ર જાહેર થયો છે. યેદિયુરપ્પા પોતાના કાર્યકાળ પુરો નહી કરી શકે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, યેદિયુરપ્પાની વય 77 વર્ષની થઈ ચુકી છે અને ભાજપમાં એવું મનાય છે કે, 75 વર્ષ સુધી જ કોઈ વ્યક્તિ પદ પર રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.