///

ખેડૂત આંદોલનનું સમર્થન : પૂર્વ હોકી કેપ્ટન પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓ એવોર્ડ પરત કરશે

સરકાર અને કિસાન નેતાઓ વચ્ચે 12 વાગ્યાથી બેઠક ચાલી રહી છે. બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચાલી રહી છે. જેમાં 40 સંગઠનોના ખેડૂત નેતા સામેલ છે. આ વચ્ચે મળતી માહિતી મુજબ પૂર્વ હોકી કેપ્ટન પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓએ ખેડૂતોના સમર્થનમાં પોતાના એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. પરગટ સિંહ સહિત તમામ ખેલાડી 5 ડિસેમ્બરે એવોર્ડ પરત કરશે. મહત્વનું છે કે પરગટ સિંહ જાલંધર કેન્ટથી ધારાસભ્ય છે.

આ પહેલા શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં પદ્મ વિભૂષણ પરત આપવાની જાહેરાત કરી હતી. હરસિમરત કૌર પહેલા જ કૃષિ કાયદાના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામુ આપી ચૂક્યા છે. શિરોમણી અકાલી દળ (ડેમોક્રેટિક)ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સુખદેવ સિંહ ઢીંઢસાએ પણ પદ્મ ભૂષણ સન્માન પરત કરી દીધું છે.

આ વચ્ચે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને મળવાનો સમય માગ્યો છે. બીજી તરફ એનડીએના સાથી રહેલા શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ભારત સરકાર તરફથી મળેલા પદ્મ વિભૂષણ સન્માનને પરત કરી દીધું છે. પ્રકાશ સિંહ બાદલે લખ્યું છે, ‘હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુરબાન કરવા માટે પાસે વધુ કંઈ નથી, હું જે પણ છું તે ખેડૂતોને કારણે છું. તેવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે. તો કોઈ સન્માન રાખવાનો ફાયદો નથી.’

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદી પાસે મળવાનો સમય માગ્યો છે. આ પહેલા તેઓએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહે ગૃહપ્રધાન સાથે થયેલી મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું સમસ્યાનું સમાધાન ન કરી શકું. ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. ખેડૂત આંદોલનથી પંજાબની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. ખેડૂત આંદોલનનું જલદી સમાધાન કાઢવુ જોઈએ. મેં મારી વાત ગૃહપ્રધાન સામે રાખી છે.

Leave a Reply

Your email address will not be published.