////

દેશમાં સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો યથાવત, છેલ્લા 24 કલાકમાં 3,874 ના થયા મોત

દેશમાં કોરોનાની સ્થિતિમાં અચાનક ફરી વધારો થયો છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 2 કરોડ 57 લાખથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 2 કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,76,070 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 3,874 દર્દીના મોત નિપજ્યા છે અને 3,69,077 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 2,57,72,400 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 2,23,55,440 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 31,29,878 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 2,87,122 લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે. આ મહામારીથી બચવા માટે 18,70,09,792 એ વેક્સિન લઇ લીધી છે.

Leave a Reply

Your email address will not be published.