////

અમદાવાદમાં પોન્જી સ્કિમ ચલાવનાર 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિકટરી વર્લ્ડ નામની લિન્ક બનાવી પોન્જી સ્કિમ ચલાવનાર ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 મહિનાથી સ્કિમ ચલાવી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.

આ તકે પોલીસે કાર્યવાહી હાથ ધરતા ત્રણ આરોપીની વસ્ત્રાપુર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ત્યારે કંપનીનો ડાયરેક્ટર હાલમાં ફરાર છે. આરોપીઓ શહેરમા ગેઈમ્સ ફોર વિકટરી પ્રા. લિ નામની કંપની ખોલી તેના ઓથા હેઠળ વિકટરી વર્લ્ડ નામના એપ્લિકેશન બનાવી ગેઈમ રમાડવાના બહાને રોકાણની સ્કિમ ચલાવી રહ્યા હતાં. જેમા રોકાણના એક ટકા લેખે રોજનું વળતર આપવાની લાલચ આપતા હતાં.

ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચને અરજી મળી હતી કે વસ્ત્રાપુરના અભીશ્રી ટાવરમાં પોન્જી સ્કિમ ચાલી રહી છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી તપાસ હાથ ધરતા 3 આરોપીની ધરપકડ કરી છે. તપાસ કરતા સામે આવ્યુ કે, આરોપીએ 3 મહિનામા 50 લાખ જેટલુ રોકાણ કરાવ્યુ હતું અને 50 જેટલા સભ્યો નોંધાયા છે. આતકે વધુ તપાસ કરતા એ પણ સામે આવ્યું છે કે આરોપી 2500 લઈને અલગ અલગ રોકાણ કરાવતા અને 200 દિવસ સુધી શનિવાર અને રવિવાર બાદ કરતા રોજનું વળતર આપતા હતાં. જોકે અન્ય રોકાણકારો લાવે તો રોજનુ 1 ટકો નહી પણ 1.5 ટકા વળતર આપતા હતાં.

આ તમામ આરોપી અન્ય રાજ્યના રહેવાસી છે. જોકે અમદાવાદ અને ગુજરાતની સાથે રાજસ્થાનના લોકો પણ આ પોન્જી સ્કિમમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારે જોવુ એ રહ્યું કે ક્રાઈમ બ્રાંચની તપાસ બાદ શું નવા ખુલાસા થાય છે.

Leave a Reply

Your email address will not be published.