
મુંબઈના વોકહાર્ટ હોસ્પિટલમાં એકજ અઠવાડિયામાં 26 નર્સ અને ત્રણ ડોકટર કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલને કોન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે જ્યા સુધી રિપોર્ટ નહીં આવે ત્યા સુધી કોઈને પણ હોસ્પિટલમાં આવવા કે જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ હોસ્પિટલમાં ફરજ બજાવતી 26 નર્સ અને ત્રણ ડોકટરો કોરોનાથી સંક્રમિત છે જેની પુષ્ટિ થયા બાદ 270 નર્સ અને અન્ય દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે પરંતુ હોસ્પિટલના કાર્યોનું સંચાલન નિયમિત ચાલુ રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક દિવસો પહેલા હોસ્પિટલમાં એક દર્દીને સારવાર માટે ભર્તી કરવામાં આવ્યો હતો જે દર્દીને હાર્ટની બિમારીની ફરિયાદ હતી. રિપોર્ટ બાદ જાણવામાં આવ્યું કે દર્દી કોરોનાથી સંક્રમિત હતો.. દર્દીને ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. તો આ દર્દીનો ચેપ લાગવાથી કોરોનાના સંક્રમિત કેસોનની સંખ્યામાં વધારો થયો હોવાની ભીતી સેવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાન સંક્રમિત કેસોના સંખ્યા દિવસે- દિવસે વધતી જઈ રહી છે.. તો રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 748 સુધી પહોંચી ગઈ છે જેમાં સૌથી વધુ દર્દીઓ મુંબઈમાં છે તો પુણેમાં 103 સંક્રમિત કેસ નોંધાયા છે.. સાથએજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી પીડાતા 45 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે