//

ભરૂચમાં અજાણ્યા વાહન ચાલકે સર્જયો અકસ્માત, 3 મહિલાના મોત

ભરૂચના ગુમાનદેવ ગામે અજાણ્યા વાહન ચાલકે વહેલી સવારે મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં 3 મહિલાઓના મોત નિપજ્યા છે.

અકસ્માતને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં બે મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

આ સમગ્ર ઘટનાને પગલે હાલમાં ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. બનાવને લઇને સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.