/

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેખોફ, લાખોના એમડી સાથે એકની ધરપકડ

300 ગ્રામ એમડી ડ્રગ્સ બાઇક પર લઈને અમદાવાદ આવતો હોવાની કબૂલાત

30 lakh worth of drugs seized

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા છે. પોલીસ દ્વારા રોજેરોજ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા પોલીસે 30 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવકે 300 ગ્રામ એમડી ડ્રગ્સ બાઇક પર લઈને અમદાવાદ આવતો હોવાની કબૂલાત કરી છે.

પોલીસે ઇર્શાદ પઠાણ નામના 26 વર્ષીય યુવાનની ધપકડ કરી છે. ઈર્શાદ મોટર સાઇકલ પર મોતીપુરાથી અમદાવાદ આવી રહ્યો હતો તે દરમિયાન પીપલોદી ગામેથી પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સનો સપ્લાય અમદાવાદમાં કોને કરવાનો હતો અને ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ડ્રગ્સના બંધાણીઓને માલ સપ્લાય કરવાનો કાળો કારોબાર તેજીથી વિકસ્યો છે. કચ્છના મુંદ્રા બંદર પરથી 22 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયા પછી અન્યત્ર પણ ડ્રગ્સ ડીલર્સ પકડાઈ રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન, મહેસાણા બાદ અને હવે સાબરકાંઠામાંથી 30 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે યુવાન પકડાયો છે.

Leave a Reply

Your email address will not be published.