////

સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં નવા 315 કેસ નોંધાયા

રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ સુરતમાં નોંધાયા છે. સુરત શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 315 કેસ નોંધાયા છે અને તેની સામે 205 કોરોના દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. સુરતના અઠવા ઝોનમાં 87 અને રાંદેર ઝોનમાં 52 કેસ નોંધાયા છે. જ્યારે સુરતના ડીંડોલી વિસ્તારની 50 વર્ષીય એક મહિલાનું કોરોનાથી મોત થયું છે. તો બીજી બીજુ સુરત જિલ્લામાં 38 કેસ નોંધાયા છે અને તેની સામે 29 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1122 દર્દીઓ નોંધાયા છે. જ્યારે તેની સામે 775 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આજે કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,81,173 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,71,433 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,430 પર પહોંચ્યો છે.

રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સિનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે.

અત્યાર સુધીમાં કુલ 22,71,145 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,54,662 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 52,952 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ વેક્સિનના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published.